<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

મહેસાણામાં પ્રેમ લગ્ન કર્યાની અદાવતમાં અપહરણ કરી માર મારવા બદલ 3 આરોપીને આજીવન કેદની સજા

એડિશનલ સેશન્સ કોર્ટે પટેલ ગોવિંદ, પટેલ સંજય અને પટેલ સમીર નામના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી: એક આરોપીને નિર્દોષ છોડી મૂક્યો

મહેસાણામાં પ્રેમ લગ્ન કર્યાની અદાવતમાં અપહરણ કરી માર માર્યા બદલ 3 આરોપીને સજા ફટકારવામાં આવી છે. મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 2019માં  પ્રેમલગ્નની અદાવતમાં અપહરણ કરીને માર માર્યાના કેસ મહેસાણાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. એડિશનલ સેશન્સ કોર્ટે પટેલ ગોવિંદ, પટેલ સંજય અને પટેલ સમીર નામના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે એક આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે.

 



 

(9:43 PM IST)