તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th October 2025
નવા મંત્રી મંડળની યાદી તૈયારઃ સૌરાષ્ટ્રનુ પ્રતિનિધિત્વ વધશે
વર્તમાન મંત્રીમાંથી અમુકની દિવાળી બગડશે તો અમુક ધારાસભ્યોની દિવાળી સુધરશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૧૫: દિલ્હી બેઠક પછી હવે લાંબા સમયથી ટલ્લે ચડેલા મંત્રીમંડળના વિતરણની હવે ઘડીયો ગણાય રહી છે. એકાદ બે દિવસમાં જાહેરાત થઈ જશે અને દિવાળી પહેલા શપથવિધિ પણ યોજાઈ જશે જોકે આ બાબતે હજુ સસ્પેન્સ યથાવત છે.
ભાજપના ટોચના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મંત્રીમંડળના વિસ્તરણની અને નવા મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ કરવો તેની યાદી દિલ્હી ખાતે મળેલ બેઠક બાદ મોટા ભાગે ફાઇનલ થઈ ચૂકી છે જેની જાહેરાત વર્તમાન મંત્રીમંડળની આવતીકાલે મળનાર કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે તેમ મનાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા મંત્રી મંડળમાં જે કેટલાક મંત્રીઓને રીપીટ કરવામાં આવશે તેમના હસ્તક રહેલ ખાતા બદલી નાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજ્ય કક્ષાના મંત્રી પદે રહેલા ગળહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને સંભવિત કેબિનેટનો દરજ્જો આપવામાં આવશે.
હાલ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના હોય નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું રાજકીય કદ પણ વધી શકે છે. નવા મંત્રી મંડળની પસંદગી સામાજિક અને જ્ઞાતિ આધારિત કરવામાં આવી છે. જેમાં લેઉવા અને કડવા પાટીદારોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે જ્યારે ઓ.બી.સી., કોળી, આદિવાસી અને રાજપૂત સમાજને પણ મહત્વતા અપાશે તે નિヘતિ મનાય છે.
આ ઉપરાંત મહિલાઓને પણ પ્રધાન મંડળમાં તક આપવામાં આવશે જેમાં રિવાબા જાડેજા, દર્શનાબેન દેશમુખ, સંગીતાબેન પાટીલ અને દર્શિતાબેન શાહમાંથી સંભવતઃ૨ મહિલાને મંત્રી પદ મળી શકે છે. કોંગ્રેસમાંથી મંત્રી પદની કન્ડિશન સાથે ભાજપમાં જોડાયેલા અર્જુનભાઈ મોઢવાડિયા અને અલ્પેશ ઠાકોરનો પણ નવા મંત્રી મંડળમાં નિヘતિ સમાવેશ કરવામાં આવશે તેવી વાતો પણ ચર્ચામાં છે. વિસાવદરમાં તાજેતરમાં ચૂંટાયેલા અને પાટીદારના યુવા આગેવાન ગોપાલ ઇટાલીયાનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે તેની સામે પાટીદારના જ યુવા આગેવાન,સહકારી ક્ષેત્રના અગ્રણી અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને પુન મંત્રી પદ મળશે અને તેમનું કદ ખૂબ મોટું કરાશે તેમ પણ મનાય છે.
હાલ સરકારમાં ૧૬ જેટલા મંત્રીઓ છે. બંધારણીય જોગવાઈ મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત ૨૭ મંત્રીઓ રહી શકે તેમ હોય નવા મંત્રી મંડળમાં વધારે ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે એ માટે ૧૬ ને બદલે કદ ૨૧ થી ૨૩ સુધી વધારવામાં આવશે તેમ બહાર આવ્યુ છે.
સંભવતઃ છેલ્લી કેબિનેટની બેઠક આવતીકાલે મળવાની છે ત્યારે રાજ્યમાં નવા મંત્રીમંડળમા કોને સ્થાન મળે છે અને કોની વિદાય થશે તે અંગે રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
ભૂપેન્દ્રભાઇએ કાલના તમામ કાર્યક્રમ રદ કર્યા
સુત્રો દ્વારા જણાવ્યા મુજબ ભુપેન્દ્રભાઈ પટેલે અગાઉથી નિર્ધારિત તેમના તમામ કાર્યક્રમો અને એપોઇન્ટમેન્ટ રદ કરી દીધી છે જેનાથી સ્પષ્ટ થયુ છે કે કાલે મળનાર કેબિનેટની બેઠક બાદ વર્તમાન મંત્રી મંડળના મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવશે બાદ નવા મંત્રી મંડળની ભુપેન્દ્રભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવશે. ભુપેન્દ્રભાઈ આવતીકાલના તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હોય રાજકીય ઞતી વિધીઓ તેજ બની છે.
રાજયપાલને હરિયાણાથી તાકિદે બોલાવી લેવાયા
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી જેઓ હરિયાણાની મુલાકાતે હતા તેમને તુરંત ગાંધીનગર પરત ફરવા કહેણ મોકલાયાનું પણ જાણવા મળે છે.આમ પટેલ મંત્રીમંડળની આમૂલ પૂનઃરચનાનો તખ્તો તૈયાર છે, માત્ર જાહેરાત આડે હવે ગણત્રીના કલાકો રહયા છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
