તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 15th October 2025
મંત્રી મંડળમાં મોટા ફેરફારો થશેઃ અમૂકનો ઉમેરો, અમૂકની બાદબાકી
અર્જુનભાઇ, સી. જે., જયેશ રાદડિયા, કિરીટસિંહ, રાજેન્દ્રસિંહને મંત્રી પદની શકયતાઃ શંકર ચૌધરી, હીરાભાઇ, સંગીતા પાટીલ, બાલકૃષ્ણ શુકલને પણ તક

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧પ :.. ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે દિવસથી રાજકીય ગરમાવો તે જ પકડી રહ્યો છે. સત્તાધારી પક્ષના ધારાસભ્યો હાઇકમાન્ડના ફોનની મંત્રીપદ મેળવવા રાહ જોઇ રહ્યા છે. આ વખતે મંત્રી મંડળમાં મોટા પાયે ફેર બદલાવ થાય તેવા પુરેપુરા સંકેતો દેખાઇ રહ્યા છે.
આ સંકેતોમાં વર્તમાન મંત્રી મંડળના રાજયકક્ષાના પ્રધાનોને કેબીનેટનો દરજ્જો આપવામાં આવે તેવી રાજકીય ચર્ચાએ પુરૂ જોર પકડયુ છે. વર્તમાન મંત્રી મંડળમાં ઘણાય મંત્રીઓને પડતા મુકવામાં આવશે.
હાલમાં સંભવિત મંત્રીઓને સ્થાન મળે તેવા નામો આજની તારીખે ચર્ચાઇ રહ્યા છે. જેની યાદી આ મુજબ છે.
(૧) અર્જુન મોઢવાડીયા (ર) ડો. સી. જે. ચાવડા (૩) જયેશ રાદડીયા (૪) ઉદય કાનગડ (પ) કિરીટસિંહ રાણા (૬) રાજેન્દ્ર રાઠવા (૭) અરૂણસિંહ રાણા (૮) શંકરભાઇ ચૌધરી (૯) આર. સી. પટેલ (૧૦) હિરાભાઇ સોલંકી (૧૧) બાલકૃષ્ણ શુકલા (૧ર) રીટાબેન પટેલ (૧૩) સંગીતા પાટીલ (૧૪) સી. કે. રાઉલજી
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
