<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

મણિકાકા ક્રિકેટ સ્‍કુલ ટુર્નામેન્‍ટમાં હીરામણિ શાળા ફાઇનલમાં

રાજકોટઃ રોયલ  ક્રિકેટ ગ્રાઉન્‍ડ (ગાત્રડ), અમદાવાદ ખાતે યોજાયેલી શ્રી મણિકાકા સ્‍કૂલ ટુર્નામેન્‍ટ (અન્‍ડર-૧૪) (મલ્‍ટી ડે) મેચમાં હીરામણિ સ્‍કૂલ સંત કબીર સ્‍કૂલને પહેલી ઇનિંગની લીડથી સેમી ફાઇનલમાં હરાવી વિજય પ્રાપ્‍ત કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો.આ મેચમાં હીરામણિ સ્‍કૂલના કે એન આર્યને ૩૯ રન આપી ૫ વિકેટ લીધી તથા હરીત દેસાઇએ ૨૧ રન આપી ૩ વિકેટ ઝડપી અને જૈનમે ૧૯૩ બોલમાં ૪૩ રન તથા દૈવીક એસ પટેલે ૪૨ બોલમાં ૨૫ રન કર્યા હતા. એલાડીઓને સંસ્‍થાના પ્રમુખ સાંસદ શ્રી નરહરિ અમીને અભિનંદન આપ્‍યા હતા.

 

(2:08 PM IST)