News of Wednesday, 15th October 2025
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે સ્વર્ણિય સંકુલ 2 ખાતે બંધ પડેલ આઠ ઓફિસમાં હાથ ધરાઈ સાફ સફાઈ
બીજા માળે ખાલી પડેલ ત્રણ ઓફિસ અને ત્રીજા માળે પણ પાંચ ઓફિસોની સફાઈ કરાઈ

ગાંધીનગર : ગાંધીનગરમાં ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે સામે આવ્યા એક મહત્વના સમાચાર. સ્વર્ણિય સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ થયું છે. સ્વર્ણિય સંકુલ ના 2 ના બીજા માળે ખાલી પડેલ ત્રણ ઓફિસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વર્ણિય સંકુલ 2 ના ત્રીજા માળે પણ પાંચ ઓફિસોની સફાઈ કરવામાં આવી રહી છે. સરકારની સૂચના બાદ સ્વર્ણિય સંકુલ 2 માં ખાલી રહેલી ઓફિસો ખુલી અને સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
