તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 15th October 2025
આણંદ નજીક પાવાગઢથી બાવળા જતી લકઝરી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી
જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

રાજસ્થાનના જૈસલમેર નજીક એસી બસમાં આગ લાગવાની ઘટના બાદ ગુજરાતમાં પણ બસ ભીષણ આગની ઘટના સામે આવી છે. આણંદ નજીક પાવાગઢથી બાવળા જતી લકઝરી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.મંગળવારે રાતે 12.45 વાગ્યે કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે ભૂમેલ રેલવે બ્રિજ પર GJ-07-YZ4082 પેસેન્જર ભરેલી એક લક્ઝરી બસમાં આકસ્મિક આગ લાગી હતી.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના જૈસલમેરમાં એસી બસમાં મંગળવારે લાગેલી ભીષણ આગમાં 20 લોકોના કરૂણ મોત થયા હતા.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
