તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 16th October 2025
દિવાળી બાદ ગુજરાત પર ફરીવાર ચક્રવાતનો મંડરાતો ખતરો: અંબાલાલ પટેલની આગાહી
26 ઓકટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે:ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે ઓકટોબરના અંતમાં ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. 26 ઓકટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ઓકટોબરથી ઠંડા પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દિવાળી પર માવઠાની અસર જોવા મળી શકે છે. દિવાળી બાદ ચક્રવાતની પણ શકયતાઓ છે. આગાહીકાર અંબાલાલ પટેલની ખુબ જ ડરામણી આગાહી સામે આવી છે. અંબાલાલનુ અનુમાન છે કે 26 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
