News of Thursday, 16th October 2025
રાત્રે ભુપેન્દ્રભાઈના નિવાસે ધારાસભ્યોની મહત્વની બેઠક
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સંબોધન કરશે: રાત્રે ૯ વાગ્યે ભુપેન્દ્રભાઈ ગર્વનરને મળવા જશે : નવા મંત્રીઓનું લીસ્ટ દેવવ્રતજીને સુપ્રત કરશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર: મંત્રીમંડળ વિસ્તરણ પૂર્વે આજે રાત્રે ૮ વાગ્યે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી રહી છે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહેશે તેમ જાણવા મળે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તમામ ધારાસભ્યોને મહત્વનું સંબોધન કરશે. જેમને પડતા મૂકવામાં આવી રહ્ના છે તેમનું લીસ્ટ અને રાજીનામુ આચાર્ય દેવવ્રતજીને સુપ્રત કરશે. રાત્રે ૯ વાગ્યે ભુપેન્દ્રભાઈ પટેલ રાજયપાલશ્રીને મળવા ગર્વનર હાઉસ જશે. ભુપેન્દ્રભાઈ આ સાથે નવા મંત્રીઅોનું લીસ્ટ પણ રાજયપાલશ્રીને સુપ્રત કરશે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
