News of Thursday, 16th October 2025
રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીકટ ફૂટબોલ ટૂર્નામેન્ટના પરિણામો

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ - ૨૦૨૫ નાલીગ સ્ટેજના ક્વાલીફાઈ રાઉન્ડમાં કચ્છની ટીમે સુધીર સહાની દ્વારા પેનલ્ટી કીકથી થયેલ ૨ ગોલની મદદથી સુરતને ૨-૧ થી હરાવેલ. સુરત ની ટીમના સૈફ અન્સારી દ્વારા ૧ ગોલ થયેલ.
બીજા મેચમાં ખેડાની ટીમે દાહોદ ની ટીમ ને ૭-૦ થી હરાવેલ. ખેડાની ટીમ ના આયુષ કુમાર દ્વારા ૩ ગોલ, એલન દ્વારા ૨ અને રાહુલ ચૌધરી દ્વારા ૨ ગોલ થયેલ.
પાટણની ટીમે તાપીને ૩-૦ થી હરાવેલ, પાટણના પરમ માનસતા દ્વારા ૨ અને આદિત્ય પરમાર દ્વારા ૧ ગોલ થયેલ. આજે ક્વાટર ફાઇનલના ત્રણ મેચ રમાવાના છે. ગ્રુપ ડી ના વિજેતા કચ્છ અને ગ્રુપ ઇ ના વિજેતા ભાવનગર ની ટીમ વચ્ચે પ્રથમ મેચ.
બીજો મેચ ગ્રુપ સીના વિજેતા આણંદ અને લીગની સેકંડ બેસ્ટ ટીમ ખેડા વચ્ચે અને ત્રીજો મેચ ગ્રુપ એફની વિજેતા પાટણ અને લીગની થર્ડ બેસ્ટ અરાવલ્લી વચ્ચે રમવાનો છે.
આ ત્રણે મેચની વિજેતા ટીમ અને ચોથી દેવભૂમિ દ્વારિકા ટીમ કેજે પહેલા જ સુપર લીગ ના રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલ છે. આ ચાર ટીમો અને પહેલાથીજ ક્વોલિફાઇ થયેલ આઠ ટીમો વચ્ચે સુપર લીગ ના મેચ તા.૨૭.૧૦ થી રમાડવામાં આવશે તેમ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશનની યાદીમાં જણાવાયું છે. (૩૮.૨૮)
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
