News of Thursday, 16th October 2025
દિવાળીમાં વડોદરા ST વિભાગ ૬૧૦ વધારાની બસો દોડાવશે

વડોદરા : દિવાળીના પર્વને લઈ રાજ્યભરમાં મુસાફરોમાં વતન જવાની આતુરતા જોવા મળી રહી છે. ખાસ કરીને વડોદરા જેવા મોટા શહેરોમાં કામધંધા કે રોજગારી માટે આવેલા લોકો હવે પોતાના વતન તરફ રવાના થવા આતુર છે. મુસાફરોના આ વધેલા ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી બસ ડિવિઝન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા વિભાગ દ્વારા ૧૭ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબર દરમિયાન મુસાફરોને વતન પહોંચાડવા માટે વધારાની ૩૪૦ એસટી બસો દોડાવવામાં આવશે. જ્યારે દિવાળીની રજાઓ બાદ વતનથી પરત ફરતા મુસાફરોને સુવિધા મળે તે માટે ૨૨ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર દરમિયાન ૨૭૦ વધારાની બસો મુકાશે. આ રીતે કુલ ૬૧૦ વધારાની એસટી બસો વડોદરા ડેપોથી દોડાવવામાં આવશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
