તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Thursday, 16th October 2025
વિકાસ સપ્તાહમાં ૪૨૫૧ વિકાસકામોનું લોકાર્પણઃ ૪૭૭૨ કામોનું ખાતમૂહુર્ત
કુલ ૨૪૫૩૩ લાભાર્થીઓને સહાય વિતરણઃ ગોૈરવ દહિંયા : ૪૭૭૧ પદાધિકારીઓ અને ૪૫૯૨ અધિકારીઓ- પદાધિકારીઓએ ભાગ લીધોઃ ૨,૪૩,૭૫૪ નાગરિકો દ્વારા વિકાસની પ્રતિજ્ઞા

રાજકોટ તા. ૧૬ :.. રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દર વર્ષે ૭ થી ૧પ ઓકટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ' ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. ઉજવણી સંદર્ભે રથ જે જિલ્લાઓમાં પ્રસ્થાન થયેલ છે. જેમાં રોજ જિલ્લાઓમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ. તા. ૭ થી ૧પ ઓકટોબર સુધીનો સંકલિત અહેવાલ અધિક વિકાસ કમિશનર અને નોડલ અધિકારી ડો. ગૌરવ દહિંયાએ તૈયાર કરાવ્યો છે તે નીચે મુજબ છે.
૧. વિકાસ સપ્તાહની ઉજવણીમાં તા. ૧૫/૧૦/૨૦૨૫ના રોજ ૩૪ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે.
૨. આજના દિવસ દરમ્યાનના કાર્યક્રમમાં ૨૮ પ્રભારી મંત્રીશ્રી /MP /MLA ની ઉપસ્થિત રહેલ હતા.
૩. આજના દિવસે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં તમામ જિલ્લાના આગેવાન તેમજ સ્થાનિક પદાધિકારીશ્રી મળીને કુલ ૫૪૬ પદાધિકારીશ્રી અને ૫૩૩ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.
૪. આજના દિવસે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ૧૮૭૨૫ પુરૂષ ૧૨૦૨૮સ્ત્રી મળીને કુલ ૩૦૭૫૩ લોકોએ ભાગ લીધેલ છે.
૫. આજના દિવસે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં કુલ ૨૮૧ કામોના રૂ.૧૯૦૭.૬૫ લાખના લોકાર્પણ અને કુલ ૩૬૫ કામોના રૂ. ૧૨૭૪.૫૪ લાખના ખાતમુહર્ત કરવામાં આવેલ છે.
૬. આજના દિવસે સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ હેઠળ વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ૮૯૨ લાભાર્થીઓને ૧૫૭૯.૫૨ લાખની સહાય/ કિટ વિતરણ કરવામાં આવેલ છે.
૭. આજના દિવસે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ૩૦૭૧૧ નાગરીકોએ ભારતના વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે. તેમ ડો. ગૌરવ દહિંયાના સંકલિત અહેવાલમાં જણાવાયું છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
