<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સરકારમાં રહેનારા ચાલુ મંત્રીઓના રાજીનામા નહીં લેવાયઃ સીએમની સાંજે મંત્રીમંડળ સાથે બેઠક

ગાંધીનગરઃ આવતીકાલ ગુજરાત મંત્રી મંડળનું વિસ્‍તરણ થઇ રહ્યું છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ આજે પટેલ મુંબઈમાં છે. તેઓ  મુંબઈથી બપોરે ૪ વાગ્‍યે પરત આવી રહ્યા છે ત્‍યારબાદ  મંત્રી મંડળની બેઠક બેઠકમાં મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે. સરકારમાં ચાલુ રહેનારા મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે નહિ તેમ જાણવા મળે છે. બેઠક બાદ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રાજ્‍યપાલને મળશે. બાદમાં નવા પસંદ કરાયેલા ધારાસભ્‍યોને કરવામાં આવશે. જાણ દરમિયાન  ગાંધીનગરમાં  મહાત્‍મા મંદિર ખાતે યોજાનાર શપથ સમારોહ માટે તડામાર તૈયારીઓ થઇ  ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્‍તા મંત્રી ઋષિકેશ પટેલ મહાત્‍મા મંદિરે તૈયારીઓની દેખરેખ રાખી રહ્યા છે. રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ ગાંધીનગરમાં છે અને  ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્‍નાકર સાથે  બેઠક કરી રહ્યા છે. (૩૮.૩૯)

(4:14 PM IST)