<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

વડોદરામાં નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરીને 64.41 લાખ રૂપિયા પડાવ્યા

23 મેથી 18 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા :સીમકાર્ડ મની લોન્ડરીંગમાં વપરાયું હોવાનું કહી સાયબર માફિયાઓએ CBI-RBIના નામે બ્લેકમેઈલ કર્યા:

વડોદરા શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ અરેસ્ટ રાખી 64 લાખ પડાવ્યા છે. સીમકાર્ડ મની લોન્ડરીંગમાં વપરાયું હોવાનું કહી સાયબર માફિયાઓએ CBI-RBIના નામે બ્લેકમેઈલ કર્યા હતા. સમગ્ર મામલે સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. માફિયાઓએ 23 મેથી 18 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને તેમની પાસેથી 64.41 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

(7:13 PM IST)