News of Thursday, 16th October 2025
પંચમહાલના હાલોલના ચન્દ્રપુરા રોડ પર સ્કેપના ગોડાઉનમાં આગ ભભૂકી
હાલોલ, કાલોલ નગરપાલિકા સહિત 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચ્યા : આગમાં લાખોનો લાકડાં પ્લાયવુડનો જથ્થો બળીને ખાક

પંચમહાલના હાલોલના ચન્દ્રપુરા રોડ પર સ્કેપના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં ભરેલા લાકડાના જથ્થામાં લાગી આગ લાગી છે. હાલોલ, કાલોલ નગરપાલિકા સહિત 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચ્યા છે. હાલોલ મામલતદાર પોલીસ સહિતની ટિમો ઘટના સ્થળે પહોચી છે. આગને પગલે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાયો છે. આગમાં લાખોનો લાકડાં પ્લાયવુડનો જથ્થો બળીને ખાક થયો છે. ઘટના સમયે ગોડાઉનમાં 20 થી 25 લોકો કામ કરી રહ્યા હતા આગની ઘટનામાં તમામનો બચાવ થયો છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
