<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ડાંગ જિલ્લા ભાજપમાં ભંગાણ: પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા

ભાજપના સક્રિય કાર્યકર દિપક પીપળે, અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા: દિપક પીપળેએ તાલુકા પંચાયત આહવાના અને લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય

ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે  પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંગળ ગાવીતે કોંગ્રેસમાં આવતા જ મનરેગમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતા ટકાવારીના ગંભીર આક્ષેપ કર્યા હતા. 

   પ્રધાનમંડળના વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લા ભાજપમાં ભંગાણ પડ્યુ છે. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા. મંગળ ગાવીત મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાજપના સક્રિય કાર્યકર દિપક પીપળે, અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે. દિપક પીપળેએ તાલુકા પંચાયત આહવાના સભ્ય છે. લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય, અને અગ્રણી વસંતભાઈ કોંગ્રેસમાં જોડાયા. મંગળ ગાવીત કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ છે.

(7:18 PM IST)