તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 16th October 2025
ગુજરાત સરકારમાં ધડમૂળથી સફાઈના સંકેતો : નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્વે તમામ વિભાગોમાં નવા સ્ટાફની નિમણૂક : જુના મંત્રીઓના પટ્ટાવાળાથી લઈ P.S. સુધીના સ્ટાફની બદલી : જુઓ સંપૂર્ણ સૂચિ
આવતીકાલે યોજાનારી શપથવિધિ પહેલા સામાન્ય વહીવટ વિભાગે તાત્કાલિક ધોરણે ઓર્ડર કર્યા : રાજકીય વર્તુળો આ પગલાને ભાજપ દ્વારા વહીવટી તંત્રમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાના પ્રયાસ તરીકે ગણાવી રહ્યા છે

વિજય વસાણી દ્વારા, ગાંધીનગર : ગુજરાતમાં આવતીકાલે યોજાનારી નવા મંત્રીમંડળની શપથવિધિના એક દિવસ પૂર્વે રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં ધડમૂળથી સફાઈના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાત્કાલિક ધોરણે ઓર્ડર કરીને તમામ વિભાગોમાં નવા મંત્રીઓના નવા સ્ટાફની નિમણૂક કરી દેવાઈ છે.
એટલું જ નહીં, જુના મંત્રીઓના પટ્ટાવાળાથી લઈને પર્સનલ સેક્રેટરી (P.S.) સુધીના તમામ સ્ટાફને બદલી નાખવામાં આવ્યો છે. રાજકીય વર્તુળો આ પગલાને ભાજપ દ્વારા વહીવટી તંત્રમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાના અને એક નવી શરૂઆત કરવાના મક્કમ પ્રયાસ તરીકે ગણાવી રહ્યા છે. નવા સ્ટાફની સંપૂર્ણ સૂચિ નીચે મુજબની છે :

(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
