તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
અમદાવાદના ભદ્ર પરિસરમાં રસ્તાઓ અને ફૂટપાથ પર વેપારી અને હોકર પર પ્રતિબંધ : ગુજરાત હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો
કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભદ્ર કિલ્લો, ત્રણ દરવાજા અને જૂના શહેરનો વિકાસ એ સરકારની પ્રાથમિકતા હોવાની કોર્ટમાં દલીલ:રાજ્ય સરકાર, AMC ની તમામ દલીલો હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી

અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સના આયોજન પહેલા અમદાવાદ શહેરના ઐતિહાસિક વારસા અને પ્રવાસન અંગે હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ભદ્ર પરિસરમાં રસ્તાઓ અને ફૂટપાથ પર વેપારી અને હોકર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ચુકાદા બાદ ભદ્ર પરિસરની સાફસફાઈ અને પુનર્વિકાસ યોજના અમલી આવશે. ભદ્ર આસપાસ હેરિટેજ ઝોન અને મહત્વપૂર્ણ જાહેરમાર્ગ હોવાની AMC એ દલીલ કરી હતી અંદાજે 1500 થી વધુ વેપારીઓએ ગેરકાયદે કબજો કરી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હોવાની સરકાર પક્ષે રજૂઆત થઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભદ્ર કિલ્લો, ત્રણ દરવાજા અને જૂના શહેરનો વિકાસ એ સરકારની પ્રાથમિકતા હોવાની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર, AMC ની તમામ દલીલો હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી એન રાયની બેન્ચે 2 દિવસની દલીલ બાદ મહત્વનો ચુકાદો આપ્યો હતો .
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
