તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 16th October 2025
સ્વર્ણિમ સંકુલ-2 માં બંધ રાખેલા 6 કાર્યાલય મંત્રી માટે તૈયાર કરાયા : સચિવાલયમાં મંત્રીઓના રાજીનામા બાદ પણ રાજકીય હલચલ તેજ
બે કેબિનમાં કલરકામ બાદ આવતીકાલે અન્ય 4 કેબિનમાં ફણ કલર કામ હાથ ધરાશે:બંધ પડેલી ઓફિસ ખોલીને તેમાં કલર કામ અને સાફ સફાઈ સહિતનું કામ હાથ ધરાયુ

ગાંધીનગર : સચિવાલયમાં મંત્રીઓના રાજીનામા બાદ પણ રાજકીય હલચલ તેજ રહેવા પામી છે. મંત્રીઓના કાર્યાલય અને કેબિન ખાલી કરવા સાથે બંધ કેબીનો પણ ખોલવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ 2 માં બીજા માળે બંધ 2 ઓફિસ ખોલવામાં આવી છે. બંધ પડેલી ઓફિસ ખોલીને તેમાં કલર કામ અને સાફ સફાઈ સહિતનું કામ હાથ ધરાયુ છે. નવા મંત્રીને નવી કેબિન મળે તે અંગે માર્ગ અને મકાન તેમજ પાટનગર યોજના ભવનના તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કુલ 6 કેબિનનું કામ સોંપવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. બે કેબિનમાં કલરકામ બાદ આવતીકાલે અન્ય 4 કેબિનમાં ફણ કલર કામ હાથ ધરાશે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
