<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

વલસાડ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ : વાપીના કરમખલ ગામે વીજળી પડતા બે મહિલાઓનાં મોત

ધરમપુર, વાંકલ, ઓજર, નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો : અનેક વૃક્ષો ધરાશાયી

દક્ષિણ ગુજરાતના વાપી તાલુકાના કરમખલ ગામે આકાશી વીજળી પડતા બે મહિલાઓનાં મોત થયા છે. કરમખલ ગામના ખાડી ફળિયા પાસે લાકડાં લેવા ગયેલી ત્રણ મહિલાઓ પર વીજળી પડી હતી. જેમાં બે મહિલાઓનાં મોત થયા છે, જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે.

વલસાડ જિલ્લામાં આજે ધરમપુર, વાંકલ, ઓજર, નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પવન અને વરસાદી માહોલ વચ્ચે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ધરાશાયી થયેલા વૃક્ષ વીજળીના તાર પર પડતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. 

(12:49 AM IST)