<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ગુજરાતના ૧૦ આઇ.એ.એસ. અધિકારીઓ બિહાર ચૂંટણીમાં અન્‍ય સનદી અધિકારીઓને વધારાના હવાલા સોંપાયા

ગુજરાતના ૧૦ આઇ.એ.એસ. અધિકારીઓ બિહાર ચૂંટણીમાં અન્‍ય સનદી અધિકારીઓને વધારાના હવાલા સોંપાયા

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૭ :.. ભારતના ચૂંટણીપંચ નવી દિલ્‍હી દ્વારા નીચે દર્શાવેલ આઇ. એ. એસ. અધિકારીઓને બિહાર રાજયમાં વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુકત કરવામાં આવેલ છે. આ સંદર્ભમાં સંબંધિત અધિકારીશ્રીઓની મુખ્‍ય મથકની ગેરહાજરીના સમગ્ર સમયગાળા દરમિયાન ચાર્જ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ચૂંટણી ફરજમાં જનારા અધિકારીઓનાં નામ નીચે મુજબ છે.

(૧) શ્રી મિલિન્‍દ તોરવણે, અગ્ર સચિવ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ.

(ર) ડો. રાહુલ બી. ગુપ્તા, સચિવ શ્રી કલાઇમેટ ચેન્‍જ વિભાગ. સચિવાલય

(૩) શ્રી રાજેશ માંજુ, મહેસુલ તપાસણી કમિશનરશ્રી અને હોદાની રૂએ સચિવશ્રી

(૪) શ્રી રાજકુમાર બેનિવાલ, વાઇસ ચેરમેન અને ચીફ એકિઝકયુટીવ ઓફિસર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ.

(પ) શ્રી આલોકકુમાર પાંડે, રાહત કમિશનર.

(૬) શ્રી સંદિપ જે. સાંગલે, આઇ. એ. એસ., ડાયરેકટર જનરલ, સ્‍પોર્ટસ ઓથોરીટી

(૭) ડો. ધવલકુમાર પટેલ, કમિશનરશ્રી, ખાણ અને ખનિજ.

(૮) શ્રી નાગરાજન એમ. આઇ. એ. એસ., વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડીરેકટરશ્રી, ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર.

(૯) શ્રી વી. જે. રાજપૂત, આઇ. એ. એસ. દિવ્‍યાંગ વ્‍યકિતઓ માટેના કમિશનર

(૧૦) ડો. હર્ષિત પી. ગોસાવી, આઇ. એ. એસ., સંયુકત સચિવશ્રી (કાયદો અને વ્‍યવસ્‍થા). 

(1:43 PM IST)