News of Friday, 17th October 2025
રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે વરસાદની આગાહી : ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતિ વચ્ચે વાતાવરણ સૂકું રહેશે. તેમજ 17થી 19 ઓક્ટોબર વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. દમણ, દાદરા નગરહવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં સવારે અને રાત્રીના સમયે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો નહીં થાય. પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ રહેશે.રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ત્યારે લઘુત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
