<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

અંકલેશ્વરના પાનોલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ કર્મીનું ગંભીર ઇજા બાદ મોત

NH 48 પર પાનોલી નજીક ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા એ દરમ્યાન અજાણ્યા વાહને ટક્કર મારી હતી

ભરૂચના અંકલેશ્વરના પાનોલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત થયું છે. NH 48 પર પાનોલી નજીક ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા એ દરમ્યાન અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસકર્મી વિવેકસિંહ ડાભીનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો હતો. પાનોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

(6:38 PM IST)