<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

વિચિત્ર પરીપત્રો સામે સસ્‍તા અનાજના દુકાનદારો લડી લેવાના મુડમાં : ૧ લી નવેમ્‍બરથી હડતાલ : કોઇ પરમીટ નહિ ઉપાડે

પુરવઠા સચિવને આવેદન પાઠવાયું : દુકાનદારોને વિતરણથી અળગા રહેવા હોદેદારોના આદેશો

રાજકોટ, તા., ૧૮ :  ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્‍સ એન્‍ડ એન્‍ડ કેરોસીન લાયસન્‍સ હોલ્‍ડર્સના પ્રમુખ  પ્રહલાદ ભાઈ મોદી તથા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા બંને એસોસિએશનના મહામંત્રીઓ હિતુભા જાડેજા અને અલ્‍પેશભાઈ શાહ દ્વારા એક નિવેદનમાં પુરવઠા સચીવ મોનાબેન ખંધારને જણાવ્‍યું હતું કે તાજેતરમાં ગુજરાત રાજ્‍યના વાજબી ભાવના દુકાનદારોને લાગુ પડે એવા અવ્‍યવહારુ અને વ્‍યવહારમા મુશ્‍કેલી સર્જી શકે એવા તઘલખી પરિપત્ર કરવામાં આવ્‍યા છે જેની સામે રાજ્‍યના સતર હજાર વ્‍યાજબી ભાવના દુકાનદારોમાં ઘેરો આક્રોશ પ્રગટયો છે આ સાથે ઘણા વર્ષોથી વાજબી ભાવના દુકાનદારોના પડતર રહેલા પ્રશ્નોનુ જો કોઈ નિરાકરણ નહી લાવવામા આવે તો આવનારા સમયમા ગાંધીજીના બતાવેલા માર્ગે લડત ચલાવવામા આવશે.

જો આ પરિપત્રો રદ કરવામાં નહીં આવે તો ન છૂટકે વ્‍યાજબી ભાવના ૧૭૦૦૦ દુકાનદારો ગાંધીજીની દર્શાવેલી નીતિ મુજબ અસહકારનું આંદોલન કરવા પ્રેરાસે આ પત્ર દ્વારા ગુજરાતના બે સંગઠનો ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્‍ડ કેરોસીન લાયસન્‍સ હોલ્‍ડર એસોસિએશન તથા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન સંયુક્‍ત રીતે આ પરિપત્રોના વિરોધમાં અને અમારા પડતર પ્રશ્નો નિરાકરણ બાબતે આંદોલનના માર્ગે જવા તૈયારી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આંદોલન ઘોષિત કરવામાં આવશે જેની નોંધ લેવી જો આ બાબતે ઘટતું કરવામાં નહીં આવે તો આગામી નવેમ્‍બર માસથી ગુજરાતના વ્‍યાજબી ભાવના દુકાનદારો વિતરણ થી અળગા રહેશે જેની નોંધ લેવી. જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.

ગુજરાતના બે એસોસિયેશન સાથે મળી આ પરિપત્રોનો સખત વિરોધ કરે છે અને દુકાનદારોને વિનંતી કરે છે કે આપણે સરકારમાં આ બાબતે રજૂઆત કરી દીધેલી છે જો સરકાર આપણી સાથે આ બાબતે અને આપણા પડતર પ્રશ્નો બાબતે કંઈ પણ ચર્ચા કે નિર્ણય કરવા તૈયાર ન હોય તો આગામી દિવસોમાં આપણે સરકાર સાથે અસહકારનું આંદોલન છેડવાની ફરજ પડશે તેના ભાગરૂપે સરકાર દ્વારા આગામી નવેમ્‍બર માસની પરમિટ ઓનલાઇન મૂકવામાં આવે ત્‍યારે કોઈપણ દુકાનદારે પરમિટ કાઢવી નહીં અને ચલણ જનરેટ કરવા નહીં એવો પ્રથમ તબક્કે બંને એસોસિયનના પ્રમુખ અને મહામંત્રીઓ એ ટેલીફોનિક ચર્ચા કરી નક્કી કરેલ છે તો ગુજરાતના એક પણ વ્‍યાજબી ભાવનો દુકાનદાર આગામી નવેમ્‍બર ૨૦૨૫ ના માસનું વિતરણ કરવા બાબતનું માલ ખરીદવા બાબતનું કોઈપણ જાતનું ચલણ અને પરમિટ જનરેટ કરશે નહીં તેવી આશા રાખીએ છીએ. 

(11:50 AM IST)