<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

પોરબંદરમાં અર્જુનભાઇનું ઉમેળકાભેર અભિવાદનઃ બાઇક રેલી દ્વારા સ્‍વાગત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. રાજયના કેબીનેટ મંત્રી પદે સ્‍થાન મેળવેલા અર્જુનભાઇ મોઢવાડીયા આજે પોરબંદર આવી રહ્યા છે.

અર્જુનભાઇનું અભિવાદન અને સ્‍વાગત કરવા ભાજપ દ્વારા બપોરે ૪-૩૦ બાઇક રેલીનું આયોજન કરેલ છે.

આ બાઇક રેલી રીવર ફ્રન્‍ટથી નીકળીને સુદામા ચોક સુધી જશે અને સુદામા ચોકમાં નવનિયુકત કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાનું સન્‍માન કરવામાં આવશે.

અર્જુનભાઇના સ્‍વાગત અને સન્‍માન કાર્યક્રમમાં જાહેર જનતાને જોડાવવા જિલ્લા ભાજપ પ્રમુખ ચેતાબેન તિવારી અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદીએ યાદીમાં જણાવાયું છે.

 

(12:17 PM IST)