<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ: ભારે પથ્થરમારો : ટોળા દ્વારા મકાન અને 6 કારને આગચાંપી

જૂથ અથડામણમાં 2 વ્યક્તિઓને ઇજા :ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી: 110 લોકોના ટોળા સામે ગુનો દાખલ:60 લોકો સામે નામજોગ ફરિયાદ:25 થી 30 લોકોની અટકાયત

 

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. બંન્ને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. તેમજ ટોળા દ્વારા મકાન અને 6 કારને આગચંપી કરી હતી. મકાન આગળ પાર્ક કરેલા વાહનોના પણ કાચ ફોડ્યા હતા.

જો કે જૂથ અથડામણમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પામ્યા હતા. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી. તેમજ તપાસ હાથ ધરી હતી. જેમાં 110 લોકોના ટોળા સામે ગુનો દાખલ, કર્યો છે. જેમાંથી 60 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાતા 25 થી 30 લોકોની પોલીસે અટકાયત કરી છે.

(12:46 PM IST)