<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

વડોદરાના પાદરામાં ભાજપને મોટો ઝટકો :ખેડૂત મતદારોએ APMC ની ચૂંટણીમાં આપ્યો જાકારો.

પાદરા APMC માં BJP ના તમામે તમામ 10 ઉમેદવારની કારમી હાર: ખેડૂત સહકારના તમામ 10 ઉમેદવારોએ બાજી મારી

વડોદરા જિલ્લાના પાદરામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાદરા APMC માં BJP ના તમામે તમામ 10 ઉમેદવારની કારમી હાર થઈ છે. પ્રવીણ સીધા અને ભીખાભાઇ સ્વામીની ખેડૂત સહકાર પેનલના તમામ 10 ઉમેદવારોની જીત થઈ છે. ખેડૂત સહકારના તમામ 10 ઉમેદવારોએ બાજી મારી લીધી છે. ખેડૂત મતદારોએ પાદરા APMC ની ચૂંટણીમાં ભાજપને આપ્યો જાકારો. ભારે રસાકસી વચ્ચે આખરે ભારતીય જનતા પાર્ટી એ પાદરા એપીએમસી ગુમાવી દીધી છે.

(5:50 PM IST)