News of Saturday, 18th October 2025
પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈ સસ્પેન્ડ કરાયા : મજરા જૂથ અથડામણ મામલામાં બેદરકારી બદલ કાર્યવાહી
પ્રાંતિજ પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એનઆર ઉમટ ચાર્જ સંભાળશે: પીઆઈ એનઆર ઉમટને ખેરોજથી પ્રાંતિજ બદલી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મજરા જૂથ અથડામણ મામલામાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. એસપી પાર્થરાજસિંહ ગોહિલે, પ્રાંતિજ પીઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એનઆર ઉમટ ચાર્જ સંભાળશે. પીઆઈ એનઆર ઉમટને ખેરોજથી પ્રાંતિજ બદલી કરવામાં આવી હતી. મજરામાં સો જેટલા વાહનો અને મકાનોમાં તોડફોડ કરાઈ હતી. જૂથ અથડામણ મામલે સ્થાનિક પીઆઈની ફરજમાં બેદરકારી હોવાનું ધ્યાને આવ્યું હતું.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
