તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
અમદાવાદના સોના-ચાંદી બજારમાં સોના ચાંદીના વધેલા ભાવની અસર
દાયકાઓથી બજારમાં ખરીદીમાં આટલી મંદી ક્યારેય ના જોઈ હોવાનો વેપારીઓનો દાવો

અમદાવાદના સોના-ચાંદી બજારમાં સોના ચાંદીના વધેલા ભાવની અસર જોવા મળી છે. ધનતેરસ હોવા છતાં મોટા પ્રમાણમાં ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે. અમદાવાદમાં આજે સોનાનો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,32,200 રૂપિયા રહેવા પામ્યો છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 1.75 લાખ તેમજ GSTના પણ જોવા મળ્યા છે. ગ્રાહકો ભાવ ઘટાડાની રાહ જોવાની સ્થિતિએ છે. ગઈ દિવાળીથી આ દિવાળી સોનામાં 65 ટકા જ્યારે ચાંદીમાં 75 ટકાનો વધારો થયો છે. વધેલા ભાવના કારણે ગ્રાહકો મોટી ખરીદીથી દૂર રહી રહ્યા છે. દાયકાઓથી બજારમાં ખરીદીમાં આટલી મંદી ક્યારેય ના જોઈ હોવાનો વેપારીઓનો દાવો છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
