<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

નડિયાદની વુડ લેન્ડ હોટલમાં ફૂડ વિભાગનું ચેકિંગ: કિચન બાજુ ગંદકીને લઈ ફટકાર્યો 5 હજારનો દંડ

હોટલમાં જમવા આવેલા ગ્રાહકના જમવામાંથી કાંકરો નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી

નડિયાદમાં આવેલી ખુબ મોટું નામ ધરાવતી હોટલમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. નડિયાદની વુડ લેન્ડ હોટલમાં ફૂડ વિભાગે ચેકિંગ  કર્યું હતું. નોંધનીય છે કે, હોટલમાં જમવા આવેલા ગ્રાહકના જમવામાંથી કાંકરો નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. જેને લઈને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં ગ્રાહક દ્વારા જાણ કરાતા નડિયાદ કોર્પોરેશન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દ્વારા હોટલમાં ચેકિંગ  હાથ ધરાયું હતું. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોટલના ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા છે. તેમજ કોર્પોરેશન દ્વારા હોટલના કિચનમાં ચેકિંગ કરતા કિચનની બહારની બાજુ ગંદકી મળી આવી હતી. જેને લઈને કોર્પોરેશન દ્વારા હોટલને 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે

(12:34 AM IST)