<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો : આરોપીને 20 વર્ષની કેદ:4 લાખ વળતર ચુકવવાનો આદેશ

વર્ષ 2024માં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરતા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી

અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી છે. વર્ષ 2024માં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરતા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જયારે હવે દીકરીને ન્યાય મળ્યો છે.

મળથી માહિતી અનુસાર અંકલેશ્વર પંથકમાં વર્ષ 2024માં 16 વર્ષીય સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો. આ અંગેનો અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે આરોપી આરોપી અલી અજગર શાહને ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સ્પેશ્યલ પોકસો કોર્ટે આરોપી અલી અજગર શાહને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત સગીરાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

(12:59 AM IST)