તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 19th October 2025
સાબરકાંઠા: હિંમતનગર રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત; ટ્રેનની હડફેટે બે અજાણ્યા યુવકના કરુણ મોત
અકસ્માત ટ્રેક ઓળંગતી વખતે કે અન્ય કોઈ કારણોસર થયો હોવાનું માનવામાં આવે છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીક રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. હિંમતનગર રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહેલી અસારવાથી આગ્રા જતી ટ્રેનની હડફેટે બે અજાણ્યા યુવકોના કરુણ મોત નિપજ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ટ્રેક ઓળંગતી વખતે કે અન્ય કોઈ કારણોસર થયો હોવાનું માનવામાં આવે છે. રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
પોલીસે મૃતક યુવકોની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
