<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

મુખ્યમંત્રી વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ વિક્રમ સંવત ર૦૮રના પ્રારંભ દિવસે તારીખ ૨૨ ઓક્ટોબર, બુધવારે  નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કરશે.
 મુખ્યમંત્રી બુધવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે.
તેઓ ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮:૦૦ કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.
મુખ્યમંત્રીશ્રી ત્યાર બાદ ૮.૫૦ કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.
ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૧૦:૩૦ કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ તે પહેલાં સવારે ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા  માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ ઉપસ્થિત રહેવાના છે.

(5:34 PM IST)