<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

દિવાળીની રજાઓમાં ગેરકાયદેસર સિંહ દર્શન- પજવણી ના થાય એ માટે ટાસ્ક ફોર્સની કરાઈ રચના : રેડ એલર્ટ

પ્રવાસીઓ કોઈપણ ગેરકાયદેસર રીતે સિંહ દર્શન ના કરવા તેમજ સિંહ પજવણી ના કરવા અપીલ :જો કોઈપણ શખ્સ આવી રીતે પકડાશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી થશે

અમદાવાદ : દિવાળી વેકેશન મીની વેકેશનમાં સિંહોની પજવણી ના થાય અને ગેરકાયદેસર સિંહ દર્શન ના થાય એ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વિજિલન્સની ટીમ દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવશે. જૂનાગઢ ,અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર પંથકમાં ગેરકાદેસર સિંહ દર્શન અને પજવણી ના થાય એ માટે ફોરેસ્ટર દિવસે અને રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવશે. પ્રવાસીઓ કોઈપણ ગેરકાયદેસર રીતે સિંહ દર્શન ના કરવા તેમજ સિંહ પજવણી ના કરવા વિનંતી છે. જો કોઈપણ શખ્સ આવી રીતે પકડાશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી થશે.

 

(5:59 PM IST)