News of Sunday, 19th October 2025
સુરતમાં પ્રેરણાદાયક સન્માન સમારોહ : છેલ્લા 10 કે વધુ વર્ષથી એક જ રસોડે જમતા સંયુક્ત પરિવારની પુત્રવધુનુ સન્માન કરાયું
પરિવારની 51 -પુત્રવધુને “પુત્રવધુ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા :સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજન

સુરતમાં પ્રેરણાદાયક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં છેલ્લા 10 કે તેથી વધુ વર્ષથી એક જ રસોડે જમતા સંયુક્ત પરિવારની પુત્રવધુનુ સન્માન સમારોહ યોજાયો હતો. પુત્રવધૂઓને રત્ન એવોર્ડથી નવાજવામાં આવી હતી. સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજન કરાયું હતું. સુરત શહેરમાં 10વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને એક જ રસોડે જમતા હોય તેવા પુત્રવધૂનું કરાયું સન્માન. પરિવારની 51 -પુત્રવધુને “પુત્રવધુ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. લક્ષ્મી પૂજનની સાથે ગૃહલક્ષ્મીનું પણ સન્માન કરાયું હતું. કુટુંબને એક તાંતણે બાંધી રાખવામાં ખૂબ જરૂરી. સમાજમાં સંયુક્ત કુટુંબની ભાવના ખીલશે તો ભવિષ્યમાં ઘણી બધી સામાજિક સમસ્યાઓમાં પણ ચોક્કસ ઘટાડો થશે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
