<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો: ધીમીધારે વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશી

આહવા, વઘઈ, સુબીર અને ગિરિમથક સાપુતારા સહિતના ગામડાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા

ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાપુતારામાં વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, સાપુતારા અને આસપાસના પંથકમાં માવઠું થયું છે. ગુજરાતનું એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, સાપુતારા ખાતે વેહલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, સાપુતારા ખાતે વરસાદ પડતા ઠંડરસ્ટોમ જેવો માહોલ ઉભો થયો છે, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે.

  ડાંગ જિલ્લાનાં વિવિધ વિસ્તારો જેવા કે આહવા, વઘઈ, સુબીર અને ગિરિમથક સાપુતારા સહિતના ગામડાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા. એક તરફ આ વરસાદને કારણે વાતાવરણમાં ખુશનુમા ઠંડક પ્રસરી ગઈ છે અને ડાંગની લીલીછમ વનરાઈ વધુ સુંદર બની છે.

 

(6:47 PM IST)