હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અસલાલી પોલીસે કન્ટેનર ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં લવાતો રૂ.32 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-6300 જેની કિંમત 32,70,000 સાથે પોલીસે કુલ મળીને 75,39,271.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ ગ્રામ્યમાં આવેલ અસલાલી પોલીસે મોટી કામગીરી કરી છે, દિવાળીના સમયે બુટલેગરો દારૂ ભરપૂર મંગાવતા હોય છે, ત્યારે પોલીસે ટ્રકમાં લવાતો 32 લાખનો દારૂ ઝડપી પાડયો છે. એક કન્ટેનર ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં લાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-6300 જેની કિંમત 32,70,000 થાય છે, તો પોલીસે કુલ મળીને 75,39,271.30 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે, આરોપીઓને પકડી પાડી અસલાલી પોલીસે ગણનાપાત્ર કેસ શોધી કઢ્યો છે. પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક દ્રારા પ્રોહિબિશનના ગુના શોધવા માટે સૂચના અપાઈ હતી.
આ.પો.કોન્સ સાદીકભાઈ ઉસ્માનભાઈની ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે આરોપી સદ્દામ સ/ઓ અસગર ઈસરાઈલ અને વિશાલભાઈ સ/ઓ રાજુભાઈ રમણભાઈ,નિલેશકુમાર સ/ઓ વિઠ્ઠલભાઈ સવજીભાઈને ઝડપી પાડયા છે, કન્ટેનર ટ્રકનું આરટીઓ પાસિંગ રજીસ્ટર નં.HR-55-AW-9486 છે અને તેમાં તપાસ કરતા ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સીલબંધ 750 મી.લીની તથા 180 મી.લીની કુલ બોટલ નંગ-6300 કી.રૂ.32,70,000 મળી કુલ કિંમત રૂપિયા 75,39,271.30/- મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
