હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં યુએઈના એમ. એ. યુસુફ અલીના લુલુ મોલનો મેગા પ્રોજેક્ટ: ચાંદખેડામાં ₹૫૧૯ કરોડમાં ૬૬ હજાર ચો.મી.જમીન ખરીદી: સરકારને ₹૩૧ કરોડની રેકોર્ડબ્રેક સ્ટેમ્પ ડ્યુટીની આવક
આ મોલ ભારતનો સૌથી મોટો મોલ હશે અને અમદાવાદને ભારતનું સૌથી લોકપ્રિય શોપિંગ ડેસ્ટિનેશન બનાવવાનો તેમનો ઉદ્દેશ

અમદાવાદ: લુલુ ઇન્ટરનેશનલ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઇતિહાસ રચ્યો છે. કંપનીએ ચાંદખેડા વિસ્તારમાં ૬૬,૧૬૮ ચોરસ મીટરનો વિશાળ પ્લોટ ₹૫૧૯.૪૧ કરોડમાં ખરીદ્યો છે.
આ સોદો સાબરમતી સબ-રજિસ્ટ્રારની ઓફિસે શુક્રવારે આખરી કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં ગુજરાત સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે ₹૩૧ કરોડની જંગી આવક થઈ છે, જે શહેરના ઇતિહાસમાં કોઈપણ એક ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ છે.
લુલુ ગ્રુપના માલિક: લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ. એ. યુસુફ અલી છે. તેઓ મૂળ કેરળના છે અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના અબુ ધાબીમાં સ્થાયી થયા છે.
ગલ્ફ દેશોમાં તેઓ રિટેલ કિંગ તરીકે જાણીતા છે અને તેમની ગણના વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.
લુલુ ગ્રુપ વિશ્વના ૨૨થી વધુ દેશોમાં કાર્યરત છે. તેના વિશ્વભરમાં ૨૫૦થી વધુ રિટેલ સ્ટોર્સ અને હાઇપરમાર્કેટ્સ છે, જેમાંથી ઘણા મોલ્સ પણ છે.
લુલુ મોલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને એક છત નીચે આંતરરાષ્ટ્રીય સ્તરનો શોપિંગ, ફૂડ અને મનોરંજનનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાનો છે. તેઓ તેમના હાઇપરમાર્કેટ દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા માટે જાણીતા છે.
અમદાવાદમાં બનનારો આ મોલ ભારતનો સૌથી મોટો મોલ હશે અને અમદાવાદને ભારતનું સૌથી લોકપ્રિય શોપિંગ ડેસ્ટિનેશન બનાવવાનો તેમનો ઉદ્દેશ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
