<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

રાજ્યમાં દિવાળી પર્વની રોનક : તમામ બજારોમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી નીકળી :વેપારીઓ ખૂશ

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની બજારમાં કપડાં, ફૂટવેર, ઘર સજાવટની ચીજ-વસ્તુઓની ખરીદી કરવા લોકો બજારમાં ઉમટયા : તમામ બજારમાં ભારે ભીડ

અમદાવાદ :દિવાળીનો પાવન તહેવાર આવતા જ રાજ્યના તમામ શહેરોના ફટાકડા બજારોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ફટાકડા બજારોમાં ખરીદી માટે એટલો ભારે ધસારો જોવા મળી રહ્યો છે કે જાણે પગ મૂકવાની પણ જગ્યા ન હોય... લોકો ઉત્સાહભેર કપડાં, ફટાકડા, ફૂટવેરની ઘૂમ ખરીદી કરી રહ્યા છે.

દિવાળીના તહેવાર દરમ્યાન લોકો કપડા અને ઘર સજાવટ સહિતની વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ત્યારે અમદાવાદના દિલ્હી દરવાજા ફટાકડા બજારમાં લોકોની ભીડ જામી છે. દિવાળીને લઈને ફાટકડા બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ફટાકડાના ભાવમાં ગત વર્ષ કરતા વધારો જોવા મળી રહ્યો છે. ફારકડાની અવનવી. વેરાયટી જોવા મળી રહી છે. આ વર્ષે દિવાળીમાં હવાઈ આઇટમના ફટાકડાની વધારે ડિમાન્ડ જોવા મળી રહ્યા છે. ફટાકડામાં ભાવ વધારે હોવાના કારણે લોકો ઓછી ખરીદી કરી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

સુરતની બજારોમાં દિવાળીને લઈને રોનક જોવા મળી રહી છે. સુરતની ચૌટા બજાર પ્રખ્યાત માર્કેટ છે. દિવાળીનો તહેવાર હોય અહીં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. ચૌટા બજારમાં જાણે કીડિયારું ઉભરાયું હોય તેવો માહોલ સર્જાયો છે. દિવાળીમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો બજારમાં પહોંચ્યા છે. અલગ-અલગ ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે નાનાં બાળકો સાથે મહિલાઓ અને પરિવારના લોકો નાના મોટા બજારમાં નજરે પડી રહ્યાં છે. ચૌટા બજારમાં મોટાભાગે તમામ પ્રકારની ચીજ-વસ્તુઓ મળી રહેતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ અહીં ભીડ જોવા મળતી હોય છે, પરંતુ દિવાળી સમયે માહોલ કંઈક અલગ જ હોય છે.

રાજકોટમાં દિવાળીનો તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. દિવાળી તહેવારોને લઇ દરેક ઘરમાં ઉજવણીનો જશ્ન જોવા મળી રહ્યો છે. આ તહેવારમાં ફટાકડાનું ખાસ મહત્ત્વ છે. 2025ની દિવાળી સાથે બજારમાં નવા ટ્રેન્ડ અને ફટાકડાની નવી વેરાયટીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને, મ્યુઝિકવાળા ફટાકડા, લાઇટિંગ ફટાકડા અને અનોખી વિવિધતા બાળકોને આકર્ષિત કરી રહી છે. જોકે ફટાકડાના ભાવમાં થોડો વધારો થયો છે, પરંતુ રાજકોટના લોકો પર તેની અસર દેખાતી નથી. રાજકોટના તમામ ફટાકડા બજારમાં ઘૂમ વેચાણ થઇ રહ્યું છે.

(8:15 PM IST)