<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસો હળવા વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

બંગાળના ઉપસાગરમાં નવા વાવાઝોડાની રચના થવાની સંભાવના: જો આ સિસ્ટમ મજબૂત બને તો તેનો સીધો પ્રભાવ ગુજરાતના દક્ષિણ ભાગો પર જોવા મળી શકે

અમદાવાદ : રાજયના હવામાનમાં ફરી એકવાર ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ડાંગ, વલસાડ અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 

  અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બંગાળના ઉપસાગરમાં નવા વાવાઝોડાની રચના થવાની સંભાવના છે..જો આ સિસ્ટમ મજબૂત બને તો તેનો સીધો પ્રભાવ ગુજરાતના દક્ષિણ ભાગો પર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભેજ વધતા હળવા વરસાદના એંધાણ મળી રહ્યા છે.અંબાલાલ પટેલનું માનવું છે કે 22 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. જેમાં ડાંગ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે છાંટા પડી શકે છે.

 


 

(10:07 PM IST)