News of Sunday, 19th October 2025
ગાંધીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર અક્ષરધામમાં દિપોત્સવની ઉજવણી :10000 દિવડાઓના પ્રકાશથી મંદિર જળહળી ઉઠ્યું
20થી 26 ઓક્ટોબર દર્શનાર્થીઓ દિવડા અને રોશનીનું સુશોભન: ‘ગ્લો ગાર્ડન’ અને ‘નીલકંઠ વાટિકા’માં પણ નયનરમ્ય રોશની કરાશે: કાલે મંદિર વોટર શૉ અને પ્રદર્શન ખંડો મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે.

ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરમાં અલૌકિક દ્રશ્યો સામે આવ્યા છે. મંદિર પરિસરમાં 10000 દિવડાઓ પ્રગટાવવા માં આવ્યા છે. દીવડાઓ ના પ્રકાશથી નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 10000 દિવડાઓ ના પ્રકાશથી ગાંધીનગર અક્ષરધામ મંદિર જળહળી ઉઠ્યું છે.
ગાંધીનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મંદિર અક્ષરધામમાં દિપોત્સવની ઉજવણી. દિવાળીમાં છેલ્લા 33 વર્ષથી અક્ષરધામ મંદિરને 10 હજાર દિવડા અને રંગબેરંગી રોશનીથી શણગારમાં આવે છે. આ વર્ષે પણ 20થી 26 ઓક્ટોબર દર્શનાર્થીઓ દિવડા અને રોશનીનું સુશોભન માણી શકશે. આ 6 દિવસો દરમિયાન અક્ષરધામમાં આવેલા ‘ગ્લો ગાર્ડન’ અને ‘નીલકંઠ વાટિકા’માં પણ નયનરમ્ય રોશની કરાશે. સામાન્ય દિવસોમાં અક્ષરધામ મંદિર સોમવારે બંધ રહે છે ત્યારે આવતીકાલે દિવાળીનાં પર્વ નિમિત્તે મંદિર વોટર શૉ અને પ્રદર્શન ખંડો મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે. દર્શનાર્થીઓને જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ પ્રયાણ કરવાનો સંદેશ મળશે અને સત્યમ, શિવમ, સુંદરમની અનુભૂતિ થશે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
