તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
દાંતીવાડા જળાશય યોજનામાં રવિ સીઝન 2025-26 માટે 18 હજાર હેક્ટર વિસ્તાર માટે સિંચાઇનું આયોજન
સિંચાઇ પિયત સહકારી મંડળીઓ તથા સંઘોએ પણ નિયત સમયમર્યાદામાં અરજી કરી, આગોતર તથા બાકી વસુલાતની રકમ જમા કરાવવાની રહેશે

અમદાવાદ : દાંતીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને જણાવવામાં આવે છે કે, સન ૨૦૨૫-૨૬ ની રવિ સીઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે (૫) પાણ સાથે કુલ ૧૮૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે. પાણી મેળવવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને સૂચિત કરવામાં આવે છે કે, તેઓએ નિયત નમૂના ફોર્મ-૭ માં જરૂરી વિગતો દર્શાવી તેમના વિસ્તારના અનુભાગ નિરીક્ષક અથવા વર્ક આસિસ્ટન્ટને રૂબરૂમાં તા. ૩૦/૧૧/૨૦૨૫ સુધીમાં અરજી પહોંચાડવી રહેશે
અરજી સાથે ખાતાની તથા પંચાયતની બાકી રકમ તેમજ ચાલુ સીઝનની આગોતર સિંચાઇ પિયાવો પૂરેપૂરો ભરવાનો રહેશે. આ સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ચાલુ વર્ષ માટે પ્રતિ પાણ દીઠ રૂ. ૩૪૯.૦૦ તથા ૨૦ ટકા લોકલ ફંડ રૂ. ૭૦.૦૦, એમ મળી કુલ રૂ. ૪૧૯.૦૦ પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે. સિંચાઇ પિયત સહકારી મંડળીઓ તથા સંઘોએ પણ નિયત સમયમર્યાદામાં અરજી કરી, આગોતર તથા બાકી વસુલાતની રકમ જમા કરાવવાની રહેશે. પાણી મેળવવા માટે પાણીનો પાસ મેળવવો ફરજિયાત છે. પાસ વિના પાણી આપવામાં આવશે નહીં. ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતની પોતાની રહેશે તેમ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ ડીસા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
