તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
મહેસાણાના પરા વિસ્તારમાં નિજધામ સ્મશાનગૃહમાં કાળી ચૌદશની રાત્રે મેળા જેવો માહોલ
મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને ભવ્ય આતશબાજી કરે છે. આ દૃશ્યો જોવા અને માણવા માટે બાળકો, મહિલાઓ અને મોટેરાઓ ઉત્સાહભેર ઊમટી પડે

મહેસાણાના પરા વિસ્તારમાં સ્થિત નિજધામ સ્મશાનગૃહમાં કાળી ચૌદશની રાત્રે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને ફટાકડા ફોડે છે. લોકોના મનમાંથી કાળી ચૌદશે ફેલાયેલો ભય દૂર કરવા માટે સ્મશાનમાં કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવે છે.મોડી રાત્રે અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને ભવ્ય આતશબાજી કરે છે. આ દૃશ્યો જોવા અને માણવા માટે બાળકો, મહિલાઓ અને મોટેરાઓ ઉત્સાહભેર ઊમટી પડે છે. કાળી ચૌદશે જાણે સ્મશાનમાં જ મેળા જેવું વાતાવરણ સર્જાય છે. આ કાર્યક્રમને કારણે હવે કાળી ચૌદશે અહીં તાંત્રિકોનો કે અન્ય કોઈ અંધશ્રદ્ધાનો ભય રહેતો નથી.લોકોના મનમાંથી ભૂત-પ્રેતનો ભ્રમ દૂર થાય છે.
મહેસાણામાં અનોખી રીતે ઉજવાતી આ કાળી ચૌદશ દિન-પ્રતિદિન વધુ પ્રખ્યાત થઈ રહી છે.અહીં લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે.શરૂઆતમાં તો ઘણા લોકોને માનવામાં પણ આવતું નહોતું કે સ્મશાનમાં પણ વળી આતશબાજી કોણ કરે અને શા માટે કરે! અહીં સ્મશાનમાં પણ દિવાળી ઉજવાય છે.મહેસાણાનો આ પ્રયાસ સાબિત કરે છે કે જો યોગ્ય દિશામાં કામ કરવામાં આવે તો લોકોના મનમાંથી અંધશ્રદ્ધાનો ભય સરળતાથી દૂર કરી શકાય છે. મહેસાણાએ સાબિત કરી દીધું કે સકારાત્મક પ્રયાસોથી ડર અને અંધશ્રદ્ધાને હરાવી શકાય છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
