તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
શક્તિપીઠને રંગબેરંગી લાઇટ્સથી શણગાર :અંબાજી મંદિરને અલગ-અલગ કલરની લાઇટ્સથી ભવ્ય રોશનીથી સજાવ્યું
દિવાળીમાં અંબાજી શક્તિપીઠ મંદિર રોશનીથી દેદીપ્યમાન, યાત્રાળુઓની ભીડ વધીઅંબાજીમાં દિવાળીનો પ્રકાશોત્સવ : મંદિર શિખરથી પરિસર સુધી રંગબેરંગી રોશનીઓ, ભક્તો માટે મનમોહક દર્શન

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ( Ambaji ) શક્તિપીઠમાં દિવાળી પર્વના આ ઉત્સાહમાં પ્રકાશનો તહેવાર વધુ ભવ્ય બન્યો છે. ગુજરાતના સૌથી મોટા અને પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટિંગ અને રોશનીથી શણગારવામાં આવ્યું છે, જેનાથી મંદિરનું શિખરથી લઈને આખું મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું છે. દિવાળી – જે અંધકાર પર પ્રકાશની જીત અને રોશનીનો પર્વ છે. આ તહેવારના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિવાર સાથે અંબાજી આવીને માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઈટિંગથી કરવામાં આવેલા શણગારથી ભક્તો પણ આનંદિત થઈ ઉઠ્યા છે.
દિવાળી પર્વ નિમિતે અંબાજી મંદિરને અલગ-અલગ કલરની લાઇટ્સથી સજાવવામાં આવ્યું છે, જેમાં લાલ, પીળો, લીલો અને વાદળી જેવા રંગોની રોશનીઓ મંદિરના શિખર, ગર્ભગૃહ અને આખા પરિસરને આલિપ્ત કરવામાં આવ્યો છે. આ શણગારથી મંદિર દેદીપ્યમાન બની ગયું છે, જે દરરોજ રાત્રે ભક્તો માટે મનમોહક દર્શનનું કારણ બને છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે આ વ્યવસ્થા કરી છે, જેથી દિવાળીના તહેવારમાં પ્રકાશનો સંદેશ વધુ ઉજ્જવળ બન્યો છે. તાજેતરના ભાદરવી પૂનમ મેળા જેવા પ્રસંગોમાં પણ આવી રોશનીઓથી મંદિરને શણગારવામાં આવ્યું હતું, અને દિવાળીમાં તે વધુ વિસ્તૃત છે
અંબાજી મંદિરમાં ગુજરાતથી લઈને અન્ય રાજ્યો અને વિદેશથી પણ ભક્તો આવે છે. મંદિર પરિસરમાં મુખ્ય ગેટથી લઈને શક્તિદ્વાર સુધીના વિસ્તારોને પણ રંગબેરંગી લાઇટ્સથી સજાવાયા છે, જે ભક્તો માટે આધ્યાત્મિક અને દ્રષ્ય આનંદનું કારણ બન્યું છે.
દિવાળી પ્રકાશનો પર્વ અને રોશનીનો તહેવાર જે અંધકારના અજ્ઞાન પર જ્ઞાનના પ્રકાશની જયનું પ્રતીક છે. અંબાજી જેવા શક્તિપીઠમાં આ તહેવાર વધુ ભાવનાત્મક બને છે, જ્યાં માતાજીના દર્શનથી ભક્તોને આશીર્વાદ અને સુખ-શાંતિ મળે છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે ઉજવાશે, અને તેના આગળના દિવસોમાં જ ભક્તોની ભીડ વધી રહી છે. અંબાજી મેળાની પરંપરા અનુસાર, દિવાળી જેવા તહેવારોમાં પણ લાખો ભક્તો આવે છે, જેમાં પદયાત્રા, રથયાત્રા અને ગરબા જેવા કાર્યક્રમો યોજાય છે. ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રે ભક્તો માટે પાર્કિંગ, પાણી, શૌચાલય અને સુરક્ષા જેવી વ્યવસ્થાઓ કરી છે, જેથી કોઈપણ અડચણ ન આવે
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
