<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

બોડેલી-પાવીજેતપુર હાઇવે પર જીપ અચાનક કાબૂ ગુમાવતાં ઝાડ સાથે ભટકાઈ: એક કિશોરીનું મોત

જીપની છત પર ચોરખાનું બનાવી છુપાવેલા દારૂના જથ્થા મળ્યા: પોલીસે દારૂ હેરાફેરીના સંબંધમાં ગુનો નોંધ્યો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-પાવીજેતપુર હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો, જ્યાં સુસ્કાલ ગામ પાસે એક જીપ અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ઝાડ સાથે ભટકાઈ ગઈ. આ ઘટનામાં એક કિશોરીનું મોત થયું છે. સ્થળ પર તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મુસાફરોની જીપમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી. જીપની છત પર ચોરખાનું બનાવી છુપાવેલા દારૂના જથ્થા મળ્યા છે. અકસ્માત પછી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે અને પોલીસે દારૂ હેરાફેરીના સંબંધમાં ગુનો નોંધ્યો છે.

(11:11 AM IST)