<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

અમદાવાદના વટવા જીઆઇડીસીમાં પ્રદુષણ જોખમી સ્‍તરેઃ એકયુઆઇ ૩ર૦ નોંધાયો

વિશ્વ આરોગ્‍ય સંગઠનની મર્યાદાથી સાત ગણું વધુ

અમદાવાદઃપીક અવર્સમાં ધૂળ અને ધૂમાડામાં મોટા ભાગના નિયમિત અવર-જવર કરનારા અમદાવાદીઓ દરેક ચાર રસ્‍તે હેલમેટ સાથે માસ્‍ક અચૂક પહેરે છે. કારણ ધૂળ અને ધૂમાડાના કારણે વદ્યી રહેલા પ્રદૂષણનું જોખમી સ્‍તર છે. હાલમાં   અમદાવાદનું AQI ૧૦૪, હવામાં તરતા પ્રદૂષણના રજકણો પાર્ટીક્‍યૂલેટ મેટર PM2.5 નુંસ્‍તર ૩૬.૮ છે. ઓક્‍ટોબર ૨૦૨૫માં શહેરનું એર ક્‍વોલિટી ઇન્‍ડેક્‍સ (AQI) ૧૯૫ સુધી પહોંચી ગયું છે, જે બિનઆરોગ્‍યપદ શ્રેણીમાં છે.

વટવા GIDCમાંપ્રદૂષણનું સ્‍તર છે. સૌથી વધુ ૩૨૦ માસ્‍ક પહેરી બહાર નીકળવું પડે તેવી સ્‍થિતિ છે. આ સ્‍તર વિશ્વ આરોગ્‍ય સંગઠન (WHO) દ્વારા નક્કી કરેલી મર્યાદાથી સાત ગણું વધારે છે. ૨૦૨૨માં આ મહિનાનું સર્વોચ્‍ચ AQI ૧૭૪ હતું, પણ ૨૦૨૫માં તે વધુ ખરાબ થયું. ઔદ્યોગિક ધુમાડો, વાહનો અને હવામાનને કારણે આ સમસ્‍યા વધી છે. લોકોના આરોગ્‍ય પર અને રોજિંદા જીવન પર તેની અસર પડી રહી છે. બે દિવસ પહેલાં ૧૭ ઓક્‍ટોબરે તે ૧૨૬ હતું.

અમદાવાદના મુખ્‍ય વિસ્‍તારોમાં અલગ-અલગ પરિસ્‍થિતિ જોવા મળી રહી છે. જેમ કે, એસ.જી.હાઈવેના કર્ણાવતી ક્‍લબની આસપાસનો વિસ્‍તાર સૌથી વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્‍તારોમાંનો એક છે. તો બીજી તરફ શહેરના ઔદ્યોગિક વિસ્‍તારોમાં વટવા જીઆઈડીસીમાં એર ક્‍વોલિટી ૩૨૦ સુધી પહોંચી છે. 

(3:36 PM IST)