તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
નવસારીના ગણદેવી તાલુકાના આતલિયા ગામે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નિકળી
બીલીમોરા ફાયર વિભાગના જવાનોને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી: ગણદેવી ફાયર વિભાગના જવાનોને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલિયા ગામે આગની ઘટના સામે આવી હતી. જ્યાં આતલિયા જીઆઇડીસીમાં આવેલ ગણેશ નગર પાસેના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નિકળી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે જો કે પ્રાથમિક રીતે ફટાકડાના કારણે આગ લાગી હોવાનું ફાયર વિભાગ માની રહ્યું છે. ઘટનાની જાણ બીલીમોરા ફાયર વિભાગના જવાનોને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બીલીમોરા ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે ગણદેવી ફાયર વિભાગના જવાનોને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
