News of Monday, 20th October 2025
અમદાવાદમાં અનૈતિક સંબંધનો ઘાતકી અંજામ: પતિએ પત્નીના પ્રેમીને છરીના ઘા ઝીકી હત્યા કરી
મૃતક વિનોદ અને ગોપાલ ફૂડ ડિલિવરી કંપનીમાં જોબ કરતા અમરાઈવાડી પોલીસે આરોપી ગોપાલની અટકાયત કરી

અમદાવાદમાં પતિએ પત્નીના મિત્રની હત્યા કરી હતી. અમરાઈવાડીના આદર્શ એપાર્ટમેન્ટમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક અઠવાડિયા પહેલા જ ભાડે રહેવા માટે પરિવાર આવ્યો હતો. આરોપી વિનોદ અને મૃતક ગોપાલ બંને સાથે કામ કરતા હતા. વિનોદ અને ગોપાલ ફૂડ ડિલિવરી કંપનીમાં જોબ કરતા હતા. પતિને પોતાની પત્ની સાથે ગોપાલને આડા સંબંધ હોવાની શંકા હતી.
અમરાઈવાડીમાં પતિએ પત્નીના પ્રેમીની કરી હત્યાના ચોંકાવનારા બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર પત્નીને ઘરે મળવા આવેલા પ્રેમી પર છરીના ઘા ઝીકી પતિએ ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે હત્યા કરનાર પ્રેમીની પણ ધરપકડ કરી છે. અનૈતિક સંબંધનો ઘાતકી અંજામ આપ્યો હતો. અમરાઈવાડી પોલીસે આરોપી ગોપાલની અટકાયત કરી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
