News of Monday, 20th October 2025
અમદાવાદના રાણીપમાં બેરોજગાર પુત્રથી કંટાળેલા પિતાએ ધારીયું મારી પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો
પત્ની સાથે અણબનાવ રહેતા છેલ્લા એક વર્ષથી જયેશની પત્ની બાળકો સાથે પિયરમાં રહે છે: જયેશ ઘરે પૈસા આપતો નહોતો અને પિતા ભાઈલાલભાઈ સાથે અવારનવાર ઝઘડા કરીને તેમને હેરાન કરતો

અમદાવાદના રાણીપમાં પિતાએ પુત્રની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. બેરોજગાર પુત્ર પિતા સાથે અવારનવાર ઝઘડા કરીને હેરાન કરતો હતો, જેના કારણે પિતાએ પુત્રને ધારીયું મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. રાણીપ પોલીસે પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યાનું ચોક્કસ કારણ જાણવા પણ પોલીસ તપાસ કરી રહી છે.બેરોજગાર પુત્ર ઘરમાં અવારનવાર ઝઘડો કરતા પિતા ત્રાસ્યા હતા જેથી તેમણે અંતિમ પગલું ભર્યું હતું. અમદાવાદ રામોલમાં ખોડિયારનગરના છાપરામાં જયેશ ગોહેલ તેના પરિવાર સાથે રહે છે. જયેશના પરિવારમાં તેના પિતા,પત્ની અને બે બાળકો છે. જયેશને પત્ની સાથે અણબનાવ રહેતા છેલ્લા એક વર્ષથી જયેશની પત્ની બાળકો સાથે પિયરમાં રહે છે. જયેશના 2 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો છે. જયેશ કેટલાય સમયથી બેરોજગાર છે. જયેશ ઘરે પૈસા આપતો નહોતો અને પિતા ભાઈલાલભાઈ સાથે અવારનવાર ઝઘડા કરીને તેમને હેરાન કરતો હતો. પિતા-પુત્ર વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
