તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 21st October 2025
હૃદયોમાં ફરીથી જીવંત આશાઃ મધ્યપ્રદેશ સરકાર અને શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ વચ્ચે ત્રીજીવાર નિઃશુલ્ક હૃદયરોગ સારવાર માટે એમઓયુ પુનઃનવિકરણ
નિઃસ્વાર્થ સેવા દ્વારા હજારો દર્દીઓને નવી આશા, નવી ઉર્જા અને જીવનનો નવો અધ્યાય મળશે

રાજકોટઃ મધ્યપ્રદેશ સરકાર (નેશનલ હેલ્થ મિશન) અને શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો સમજુતી કરાર (MOU) ત્રીજી વાર ૯ ઓકટોબર, ર૦રપના રોજ પુનઃ નિવિકરણ કરવામાં આવ્યો છે.
આ અવસરે ડો. સલોની સાધના, મિશન ડિરેકટર-નેશનલ હેલ્થ મિશન, મધ્યપ્રદેશ સરકાર વરિષ્ઠ અધિકારીઓ તથા શ્રી મનોજ ભિમાણી, મેનેજીંગ ટ્રસ્ટી- શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કરાર અંતર્ગત ૧૦૦૦ જરૂરિયાતમંદ હૃદયરોગી દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક હૃદય સારવાર પૂરી પાડવામાં આવશે. આ સહયોગ બંને સંસ્થાઓના નિઃસ્વાર્થ સમર્પણ અને માનવતાના ભાવને પ્રતિબિંબિત કરે છે - મધ્યપ્રદેશના જરૂરતમંદ નાગરિકો સુધી ઉચ્ચ ગુણવતાની હૃદય સારવાર પહોંચાડવાનો આ સંકલ્પ અને પરિવારો માટે જીવનદાયી સાબિત થશે.
આ ત્રીજું પુનઃ નવિકરણ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ હજારો હૃદયો માટે નવી આશા, નવી ઉર્જા અને જીવનનું નવું અધ્યાય છે ! આ ભાગીદારી દ્વારા અનેક દીર્દીઓને નવું જીવનદાન મળશે અને તેમના ચહેરા પર સ્મિત પાછું લાવશે- એ જ આ સેવાનું સાચું ફળ છે.
‘‘દિલ વિઘાઉટ બિલ'' તરીકે ઓળખાતી શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ- રાજકોટ અને અમદાવાદ છેલ્લા રપ વર્ષથી આરોગ્ય સેવા ક્ષેત્રે માનવતાની અનોખી સુગંધ ફેલાવી રહી છે.
આ હોસ્પિટલ દ્વારા દેશના વિવિધ રાજયો- ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ, આસામ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને લેહ-લદ્દાખ સાથે કરાર કરવામાં આવ્યો છે. જેના આધારે ત્યાંના હૃદયરોગી દર્દીઓને અહીં સંપૂર્ણ વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
ગુજરાતની આ બે હોસ્પિટલોએ અત્યાર સુધી ભારતના તમામ રાજયોમાંથી અને દેશની કુલ વસ્તી ૬૦ % થી વધુ ભાગમાંથી આવેલ હજારો દર્દીઓને જીવનદાન આપ્યું છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
