તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
ભારે વરસાદથી થયેલ પાક નૂકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરતા કૃષિમંત્રી
રાજ્ય બજેટમાંથી કુલ રૂ.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.૯૪૭ કરોડનું કળષિ રાહત પેકેજ જાહેરઃ જીતુભાઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧:કૃષિમંત્રી જીતુભાઈ વાધાણી એ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ ખેડૂતોના હિત માટે અનેકવિધ પગલાંઓ લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય રૂપ થવા રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.૯૪૭ કરોડનું કળષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં ૫ જિલ્લાઓના ૧૮ તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચૂકવાશે.
ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં આવનાર છે. જેમાં જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જીલ્લા વહીવટીતંત્ર તરફથી ૫ જીલ્લાના ૧૮ તાલુકાઓના ૮૦૦ ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળ્યા છે. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયું છે.
મંત્રીશ્રી એ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આ ૫ જિલ્લાઓના ૧૮ તાલુકાઓ ના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે SDRF ની જોગવાઈ મુજબ રૂ.૫૬૩ કરોડ અને રાજય સરકારશ્રી દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.૯૪૭ કરોડનું કળષિ રાહત પેકેજ જાહેર કરાયું છે.
તેમણે ઉમેર્યું કે, આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પુરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ/નિવારણ માટે Flood Mitigation Measures તરીકે ખાસ પ્રોજેક્ટ (Special Project) રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવાનું નક્કી કરેલ છે. આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા અલગથી રૂ.૨૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવશે.
રાજ્ય સરકારે પાક નુકસાની સહાય માટે નિયત કરેલા ધોરણો આ મુજબ રહેશે.
ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૩,૫૦૦/- એમ કુલ રૂ.૧૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય. વર્ષાયુ/પિયત પાકોના ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.૧૭,૦૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.
બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે લ્ઝય્જ્ ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂ.૨૨,૫૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૭,૫૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય
આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટ માંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂ.૨૦,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
